Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત બહેનો માટે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ યોજાઈ

  • August 28, 2021 

"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરના સહયોગથી જિલ્લા રમત પ્રશિક્ષક કેન્દ્ર તાપી દ્વારા વ્યારા ખાતે આજરોજ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ બહેનો માટે (૨.૦ કિમી દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યારા નગરપાલિકા પ્રમુખ, વ્યારા નગરપાલિકા રોશની સમિતિના ચેરમેન, વ્યારા નગરપાલિકા રમતગમત સમિતિના ચેરમેન, વ્યારા નગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન તથા ભાઈ-ભાઈ ડેન્ટલ ક્લિનિકના ડોકટર ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં અંદાજિત 95 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દોડ વ્યારા સીનીયર સીટીઝન ક્લબ તળાવ રોડ, અભિષેક એસ્ટેટ, એસીબી પોલીસ ચોકી, ભાવસાર કેમિકલ થઈ સીનીયર સીટીઝન ક્લબ ખાતે સમાપ્ત થઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application